તને યાદ છે?
એ ભીની ભીની વરસાદી સાંજે... એકલા અટુલા.. ખૂણામા ઉભા રહેતા આપણે.. એ તને યાદ છે... ?
ઝરમર ઝરમર વરસાદ હોય તો પણ... વરસાદ બહુ છે.. એમ કહી તુ મને રોકતી.. એ તને યાદ છે... ?
લોકોનાં ટોળામાં.. આપણે બેઉ એકલા... ચુપચાપ.. કલાકો સુધી ગુફ્તગુ કરતા... એ તને યાદ છે... ?
એક દિવસ મળાય નહી.. તો તકલીફ થતી હ્ર્દયના એક ખૂણામા... એ તને યાદ છે?
તારા શ્વાસમાં ભળી જતી મારા શ્વાસની ભીની સુગંધ... એ તને યાદ છે?
આંગળીના ટેરવાઓના સ્પર્શની ભાષામાં વાતો કરતા... એ તને યાદ છે?
એક ઝ્લક લેવાને... તુ મારીને હું તારી... કેટ કેટલા બહાના બનાવતા.. એ તને યાદ છે?
મને યાદ છે.. એક એક ક્ષણ તારી જોડે વીતાવેલી... તે જ ભુલાવી દીધો છે મને... એ તને યાદ છે?